Friday, 1 January 2021

રમેશ પારેખ

નવા વરસનો સૂરજ ઊગ્યો એ સંદેશો લઈને,
કે માણસ ! તું જીવ, દરેકને હૈયાંવગો થઈને,

ઘાવ ખાઈને પણ સામો ના ઘાવ કરે તે વીર,
કરૂણાના ચણતર પર બાંધો જીવતરનું મંદિર.

વેરઝેરના વખ ઢોળીને ઘોળો અમૃત એમ,
પરબ પ્રેમની માંડીને પીવડાવો સૌને પ્રેમ.

દુઃખિયાના આંસુઓને સૌ વહેંચો સરખા ભાગે,
તો કદરૂપી દુનિયાનો ચહેરો રઢિયાળો લાગે.

નવા વરસમાં નવા ઉમળકાના માંડો સરવાળા ,
માનવતાના અંધ ઓરડે પ્રગટાવો અજવાળાં.....

        *રમેશ પારેખ*

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...