Thursday, 24 September 2020

અધૂરી સફર - મેહુલ જોશી

*અધૂરી સફર*
   "યે શામ મસ્તાની..... ઓ...ઓ...ઓ' પુરપાટ ઝડપે જતી કારની મ્યુઝીક સિસ્ટમની સાથે સાથે આકાશ પણ આ ગીત લલકારતો હતો. બાજુની સીટ પર બેઠેલી અંકિતા વહેલી સવારના આહલાદક વાતાવરણમાં   પ્રસંનચિત્તે આકાશને નીરખી રહી હતી. અંકિતા અને  આકાશે આ વિકેન્ડમાં રાજસ્થાન જવાનું ક્યારનું નક્કી કરી રાખ્યું હતું. શનિવારે સવારે છ વાગે અમદાવાદથી આકાશ એની સ્વીફ્ટ ગાડીમાં અંકિતાને લઈને ઉદયપુર જવા માટે નીકળ્યો.
     અંકિતા  ઉત્તર ગુજરાતમાં મોડાસાના નજીકના ગામની હતી અને ભણવા માટે પીજી માં અમદાવાદ અંજલી ચાર રસ્તા બાજુના એપાર્ટમેન્ટમાં રહેતી હતી. કૉલેજમાં તેનું ખાસ મિત્ર વર્તુળ હતું નહીં પરંતુ આકાશના સંપર્કમાં આવ્યા બાદ તે આકાશના ગ્રુપ સાથે ભળી ગઈ હતી અને એટલે હવે અમદાવાદમાં તેને એકલું લાગતું નોહતું.
        સવારે આઠ ત્રીસ આસપાસ ગાડી શામળાજી આવી પોહચી, અંકિતાની ઈચ્છા શામળાજી દર્શન કરવાની હતી, જ્યારે આકાશને ઉદયપુર જલદી પોહચવું હતું, છતાં એ શામળાજી મંદિરે દર્શન કરવા માટે રોકાયા. શામળાજી દર્શન કર્યા બાદ રતનપુર બોર્ડર ક્રોસ કરી ખેરવાડા, ઋષભદેવ થઈ તેઓ સીધા ઉદયપુર પોહચ્યાં. હોટેલ  ધ ગ્રાન્ડ પેલેસ માં ઑયો એપ્લિકેશન થી  રૂમ એડવાન્સ બુક કરાવી દીધો હતો, ગાડી સીધી ગ્રાન્ડ પેલેસ હોટેલના પાર્કિંગમાં મૂકી  એમણે રિશેપ્સન પર વેલકમ ડ્રિંક્સ લીધું વેઈટર ને ગાડીની ચાવી આપી અને એમણે રૂમની ચાવી લઈ રૂમ તરફ પ્રયાણ કર્યું.
                    રૂમ માં ફ્રેશ થઈ સ્વિમ કોસ્ચ્યુમ પહેરી બંને હોટેલના સ્વિમિંગ પૂલ તરફ આવ્યા, પંદર વિસ મિનિટ સ્વિમ કર્યું હશે ને અંકિતા સ્વિમિંગપૂલમાંથી બહાર આવી સ્વિમિંગ પૂલ કિનારે મૂકેલી આરામચેર પર દેહ લંબાવી પડી, સ્વિમિંગ પુલમાં સ્વિમ કરતા આકાશને જોઈ રહી હતી, એક માત્ર સ્વિમ કોસ્ચ્યુમમાં સ્વિમિંગપુલના ભૂરા કાચ જેવા પાણીમાં માછલીની જેમ તરતો આકાશ એને કેટલો સોહામણો લાગતો હતો? સૂર્યનારાયણનો આકરો તડકો એને દઝાડી રહ્યો હતો પરંતુ આકાશને જોવામાં મુગ્ધ બનેલી અંકિતાને એનું ક્યાં ભાન હતું? બીજી બાજુ એક ખૂણે બીજું એક કપલ પાણીમાં મજાક મસ્તી કરી રહ્યું હતું આકાશ એમને જોતા અંકિતાને પાણીમાં આવવા ઈશારો કરતો હતો, પરંતુ અંકિતા તો આકાશને નિરખવામાં જ જાણે મસ્ત હતી. થોડીવાર રહી આકાશ બહાર આવ્યો, બંને જણા ત્યાં થોડીવાર બેસ્યા વેઈટર એક સોફ્ટ ડ્રીંક અને એક હાર્ડડ્રીંકનું  ટીન મૂકી ગયો. અંકિતા રાજસ્થાનમાં પહેલી વખત આવી હતી, તેણીએ ક્યારે થમ્સઅપ પણ પુરી પીધી નૉહતી અને અહીં સોફ્ટ ડ્રીંક ! પણ આકાશ સામે ઇનકાર ન કરી શકી, અને પેહલેજ ઘૂંટડે.... થું.. થુ... થુ....
"સૉરી આકાશ ! આઈ કાન્ટ"
"અરે કશું ના થાય યાર! પેહલા પેહલા લાગે એવું."
અને આકાશને ખાતર અંકિતા એક શ્વાસે ઘટઘટાવી ગઈ, પણ આ પીણું એને ભાવ્યું તો નોહ્તુજ.
        બંને રૂમમાં ગયા, ફ્રેશ થઈ કપડા બદલ્યા, હવે એમનું પ્લાનિંગ સિટીપેલેસ જવાનું હતું, અને સાંજનો સમય લેક પર વિતાવવાનો હતો. સીટી પેલેસથી નજીકમાં જ હોટેલ હતી એટલે હવે બંનેએ ચાલતા પેલેસની મુલાકાત લેવાનું નક્કી કર્યું. અને આમેય ઉદયપુર સીટીમાંગાડી કરતા ચાલતા ફરવાની વધુ મજા આવે.
        હાથોમાં હાથ અને પ્રિયતમાનો સંગાથ હોય પછી જોવાનું જ શુ હોય? બંને ચાલતા ચાલતા વાતો કરતા.
    "આવતીકાલે સહેલીઓ કી બાદી જોઈશું, ત્યાંથી આપણે કૈલાશપુરી દર્શન કરી કુંભલગઢ જઈશું."
"મને તો આ રાજસ્થાન ઘણું મનમોહક લાગે છે, ખરેખર ઉદયપુર એટલું ગમી ગયું છે કે અહીંથી જવાનું જ મન નથી થતું." 
"તો રાકાઈ જા કાયમ માટે અહીંયા." કહી આકાશ હસ્યો.
     સામે કેટલાય ગોરીયાઓ આવતા હતા, અંકિતા એક ગોરીમૅમ નો ડ્રેસ ટીકી ટીકી જોઈ રહી, અને એ ગોરી રોડ સાઈડ બેઠેલી રજવાડી બક્કલ પિન વાળી બાઈ સાથે વાતચીત કરતી હતી એમાં એને રસ પડ્યો, એક રોડ પર બેઠેલી સ્ત્રી ને ફાકડું અંગ્રેજી બોલતા સાંભળીને છક થઈ ગઈ. 
       હવે તે સીટી પેલેસ નજીક હતા, આકાશે ત્રણસો રૂપિયા વાળી ટીકીટ કઢાવી અને ગેટમાં દાખલ થયા. ત્યાં પેલેસ પર ચાલતા ન જવું હોય તો મીની વિશિષ્ટ પ્રકારની આકર્ષક નાની જીપ્સી દોડે છે, આકાશે એની પણ ટીકીટ લીધી. અંકિતા મહેલની ભવ્યતા જોઈ આભી બની ગઈ હતી. સીટી પેલેસની દરેક ખૂબીઓ જોતા જોતા અને ફોટા પાડતા પાડતા ત્રણ કલાક ક્યાં વીતી ગયા ખબર પણ ના રહી. બંને પેલેસથી નીકળી હવે તળાવે જઈ તળાવનો નજારો જોવા ઇચ્છતા હતા.
          પેલેસથી બહાર આવ્યા, અંકિતાએ જોયું કે એના ફોન ની બેટરી લૉ થવા આવી હતી, તેણીએ આકાશને કહ્યું "હવે તળાવના ફોટા તારા ફોનમાં જ લેવા પડશે, મારા ફોનની બેટરી તો ગઈ." વાતો કરતા કરતા બંને સાંકડી ગલીઓમાંથી  પસાર થઈ રહ્યા હતા, ત્યાં પેલી રોડ સાઈડ પર બેઠેલી એજ બાઈ અહીં રોડની સાઈડે આવીને બેઠેલી જોવા મળી. અંકિતાએ એને જોઈ તો એ પણ જાણે કેહવા લાગી, "રજવાડી વસ્તુ સે, લેકે જાવ! યાદ રહેગી યહાઁ કી."
     અને અંકિતા ઉભી રહી ગઈ, આકાશને ખબરના રહી કે અંકિતા પાછળ રહી ગઈ છે. એ આગળ ચાલતો હતો, આ બેન સાથે વાતચીતમાં થોડો સમય લાગ્યો, અંકિતાએ અઢીસો રૂપિયા આપીને પાટલા લીધા. એ કેહવા જતી કે "જો આકાશ ! કેટલા સરસ પાટલા છે?" પણ આકાશ ! આકાશ ક્યાં હતો? અંકિતાએ ફોન જોયો તો ફોન સ્વીચઓફ હતો, તે બીજી ગલીમાં ચાલવા લાગી અને આકાશ બીજી ગલીમાં એને શોધતો નીકળી ગયો. 
        ઉદયપુરની આ સાંકડી ગલીઓ અંકિતાને હવે ભૂલભૂલૈયા જેવી લાગતી હતી. એક ડર થી એ રીતસર ધ્રુજવા લાગી, આંસુઓ જાણે કે આંખો પર આધિપત્ય જમાવવાની તૈયારી કરી રહ્યા હતા. એ સામે રહેલી દુકાને ગઈ, દુકાનદારને કેહવા લાગી કે તેણી તેના મિત્રથી વિખૂટી પડી ગઈ છે અને ફોન સ્વીચઓફ છે, મહેરબાની કરી એમનો ફોન આપે, દુકાનદારે ફૉન આપ્યો અને અંકિતાએ એના ફૉનથી આકાશનો નંબર ડાયલ કર્યો, આશ્ચર્ય વચ્ચે અંકિતાએ જોયું તો આકાશનો નમ્બર એ દુકાનદારના મોબાઈલમાં 'ગુજરાતી ગર્લ'  લખીને સેવ હતો.
      આકાશના ફોનમાં રિંગ વાગી રહી હતી, આકાશે ફોન ઉપાડ્યો અને અહીંથી આરતી કઈ બોલે એ પેહલા જ આકાશ બોલ્યો,
 "પાર્ટી આ ગઈ હૈ, પેમેન્ટ રેડી રખના, આજ મેં એન્જોય કર લેતા હું કલ હેન્ડઓવર કર દુંગા."
       અંકિતના પગ તળેથી જમીન ખસી ગઈ, તેણીએ ફોન કટ કર્યો ફટાફટ ફોન નંબર ડિલિટ કરી બહાર નીકળી ગઈ, રોડ પરથી રીક્ષા પકડી સીધી ઉદયપુર બસ સ્ટેશને આવી ગઈ અને ત્યાંથી ઉદયપુર અમદાવાદ બસમાં અમદાવાદની ટીકીટ લઈ બેસી ગઈ.
         બીજી તરફ ઉદયપુરની પરિચિત ગલીઓ આકાશને અકળાવી રહી હતી,  અંકિતાનો ફોન લાગતો નૉહતો, અને આકાશ પોલીસસ્ટેશને જઈ શકે એમ પણ નોહતો.
   લેખક:- મેહુલજોષી (બોરવાઈ, મહીસાગર)
  મો 9979935101, 180820201122

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...