ગઝલ નાઝીર
મળ્યો છે દેહ માનવનો તો
કાળો કેર કરશો માં,
જગતમાં માનવીને તમે
તાંબિયાનાં તેર કરશો માં.
બહું થઈ જાય તો થોડું
લડી લેજો પછી રડી લેજો
મળી લેજો ગળે પણ
જિંદગીના વેર કરશોમાં..
સહારો દઈ નથી શકતા તો
કદી ઠુકરાવશો ના એને
અમી આપી નથી શકતા
તો જીવન ઝેર કરશોમાં...
જીવો જે શાનથી એ
શાનથી અપનાવજો મૃત્યું
પણ તમારી દુર્દશાઓ
આ વિશ્વમાં જાહેર કરશો માં..
વિનંતી છે તમોને ચાંદ-સૂરજ
અને સિતારોઓ
અગર આપો તો અજવાળું
નહીતર અંધેર કરશોમાં...
સજા મંજુર છે અમોને
અમારા પાપની કિંન્તુ
પણ અમારે કાજ આખા
વિશ્વને તમે ખંડેર કરશો માં..
મર્યા છીએ અમે તો માનભર
હસતે વદન " નાઝિર"
અમારા મોત પર કોઈ
આંસુઓની મહેર કરશો માં..
No comments:
Post a Comment