Friday, 16 April 2021

આછી આછી રે મધરાતે .. @ રમેશ પારેખ

આછી આછી રે મધરાતે ...

આછી આછી રે મધરાતે જીવણ જોયો રે તને,
આછો ઊંઘમાં જીલાયો, આછો જાગમાં જીલાયો,
ખરબચડા આંસુથી જીવણ રોયો રે તને..

જાળીએ ચઢીને અમે ઝુલણતું  જોયું કાઈ 
 ફળીયે મોં સુઝણાનું ઝાડ,
અમે રે જીવણ બંધ પરબીડિયુંને,
તમે કાગળની માંહ્યલું લખાણ.
મારાં વેણના   અભાવે જીવણ, મોહ્યો રે તને…

ઘાસની સળીએ ભોંય વીંધતી ઉગે રે
એવું અમને તો ઉગતા ન આવડ્યું,
ઓછાં ઓછાં અડધેરી છાતીએ ઉભાર્યા
પછી આભ લાગી પૂગતા ન આવડ્યું.
પછી પાછલી પરોઢે જીવણ ખોયો રે તને…

2 comments:

  1. Harrah's New Orleans Hotel & Casino - Mapyro
    Property LocationWith a stay 충청남도 출장샵 at Harrah's New 부산광역 출장마사지 Orleans Hotel & Casino in New Orleans (New Orleans), you'll be 여수 출장샵 convenient 강원도 출장마사지 to Senator 제주도 출장마사지 Joe Manchin's

    ReplyDelete

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...