*તીસરી આંખ*
- વાસુદેવ સોઢા
" હાશ.." પરસેવાના રેલાને કપાળેથી લૂછતા કાળા એ કમળા સામે જોયું. અને એક લીમડાના છાંયે બેઠા.
"અહી કઈક શાંતિ મળે છે. ઘડીક પોરો ખાઈ લઈએ."
" હા નકર નાનકાને લૂ લાગી જાય," સાડલાનો છેડો કાંખમાં તેડેલા છોકરા માથે નાખતા, કમળા લીમડાના છાંયડે બેસી ગયી. કાળો તેનાથી થોડે દૂર બેઠો. એક પાણા ઉપર.
ધોમધખતા ઉનાળાના તાપમાં, બેય માણસ નીકળ્યા હતા. એક ગામ વટાવ્યું .અને બીજું આવતા તો થાકી ગયા હતા. આ દિવસ તો તડકો સવારના દસ વાગ્યામાં અગ્નિ જેવો લાગતો હતો.ચૈત્ર વૈશાખનો તડકો હતો. લૂ પણ ફેંકવા માંડી હતી. પણ બહાર ગામ ગયા વિના છૂટકો નોતો. વાહનોનો કોઈ આવરો-જાવરો ન હતો. નાછૂટકે ચાલી નીકળવું પડ્યું હતું.
" પાણી..."કમળાએ પડખેની ડેલી સામે જોયું.," સાંકળ ખખડાવી જુઓને...! છોકરાનું ગળું સુકાતું હશે. !"
" હા કાળો ઉભો થયો.
છોકરો ગરમીથી અકળાઈ ગયો હતો. રૂપાળી કમળાનું મો પણ તડકાથી તપીને તાંબાવરણૂ થઈ ગયું હતું.
સાંકળ ખખડી. અને ડેલી ખુલી.
" પાણી પાહો..!" કાળાએ કહ્યું.
ડેલી ઉઘાડનારે બંને તરફ જોયું. કમળાની સામે મીટ માંડી રહ્યો. ક્ષણેક વિચાર કર્યો. ને પછી બોલ્યો," આવી જાવ. માલિપા આવી જાવ ડેલીમાં. બહાર બહુ લૂ સાટકે છે. પાણી પણ પાવ... ને બપોરા કરજો..!"
કમળા અને કાનો ડેલીમાં છાંયે બેઠા.
" તમે ?"કાળે પૂછ્યું.
' હું મુળુ.. "મુળુભાઇ મૂછોને સરખી કરતા કમળા સામે જોઈ લીધું.
" ત ઈ.. ભા આવી ગરવાય છે હો...! પાણી પાયું અને બેસવાની સગવડ કરી આપી." કાળો અહોભાવથી જોઈ રહ્યો.
" બપોરા ,કરી જાજો.." મુળુએ કમળા સામે જોઈ કહ્યું.
"બપોરા તો નહીં કરીએ. પાણી પી ને હાલતા થાહું..!"
કાળો અહોભાવથી જોઈ રહ્યો. મૂળુભા પણ ત્યાં જ બેઠો. તેની તીરછી નજર તીરની જેમ કમળા સામે મંડાતી હતી. એ જાણી ગઈ.
એ ઊભી થઈ. છોકરાને કાંખમાં લીધો. પોટકી માથે મેલી," હાલો, નીકળીએ..!"
" અરે પણ બહાર લૂ સાટકે છે.પોર નમવા દ્યો...!"
મુળુ પણ ત્યારે ઉભો થઇ ગયો.
" સાચી વાત છે. પોરો ખાઈને જઈએ.." કાળાએ પણ કહ્યું.
ડેલી બહાર નીકળતા કાળાને પડખે ચડીને કમળાએ કહ્યું,," બાર.. કરતાં માલીપા બહુ લૂ છે.બળી નાખે એવી.
.બારની લૂ ને તો પુગી વળાહે...! પણ.."કમળાએ પાછળ જોયું .મુળુની નજર ભાલાની જેમ કમળાને વીંધતી હતી.
કાળો પરસેવો લૂછતો કંઈ સમજ્યા વિના,કમળાની પાછળ પાછળ ચાલતો થયો થયો.......
*********
No comments:
Post a Comment