Saturday, 12 September 2020

તમે કેવા - નાટક

 

                                         તમે કેવા ??

૧ –મેં આઈ કમ ઇન સર ??

૨ – જી ......કમ ઇન ..બોલો . શું કામ હતું ?

૧ – અમારે મોન્ટુ પાંચ વર્ષનો થઇ ગયો છે .એને નિશાળે દાખલ કરવો છે .

૨ – અચ્છા અચ્છા ....બેસો .  ( આચાર્ય ચોપડો કાઢે છે અને લખે છે ) ...શું નામ છે બાળકનું ?

૧ –મોન્ટુ

૨ –ક્યા જન્મ થયો છે બાળકનો ?

૧ – ભારતમાં .

૨ –( એકધારું જોઈ રહે છે ) એમ નહિ ...ક્યા ગામમાં ?

૧ –અમરેલી ...એના મામાને ત્યાં .

૨ –જન્મ તારીખ  ?

૧ – પેલી મેં .. બે હજાર બાર .

૨ – તમે ......કેવા ?

૧ – હેં ................??

૨ –તમે કેવા   ..?..એમ પૂછું છું કે તમારો ધર્મ ...જ્ઞાતી ...પેટા જ્ઞાતી લખાવો .

૧ – સાહેબ ......એક કામ કરોને ..

૨ – શું  ?

૧ –ઇન્ડિયન લખો ....ભારતીય  લખો .......હિન્દુસ્તાની લખો ... આ ત્રણમાંથી તમને જે ઠીક લાગે એ લખો.

 

ગીત -  સારે જહાન સે અચ્છા ..હિન્દોસ્તાન હમારા ...હમારા


@વિજય દાફડા 

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...