Saturday, 12 September 2020

એક બુંદ પાણી - નાટક

                                  જરૂર પુરતું પાણી

( ૧ થોડું પાણી પી ને બીજું ફેંકી દે છે , ૨ જુએ છે )

૨ –દોસ્ત ... એક વાત કહું ?

૧ –હા બોલ ને

  - ચાલ શરત લગાવીએ ... હું જે કહું તું એ નહિ કરી શકે ...

૧ – એમ ....જા જા .... બંદા બધું કામ કરી શકે ... અપુન કે હાથ મેં જાદુ હૈ ... હમમમ

૨ – ઓહો ... તો તો શરત તું જીતી જઈશ એમને ?

૧ – હા હા ... તું બોલ તો ખરા .

૨ – પણ ..જો તું હારી જાય .. તો હું કહું એમ કરવું પડે ... બોલ મંજુર ?

૧ – અરે મંજુર ...મંજુર ... બોલોના એ બંદા કિસીસે નહિ ડરતા ....

૨ –ઓકે ....  આ લે ગ્લાસ

૧ –ઓકે ...શું કરવાનું છે મારે ?

૨ – બસ .... એક ગ્લાસ પાણી બનાવી દે .

૧ – શું કીધું ?

૨ -કીધું તો ખરા કે એક ગ્લાસ પાણી બનાવી દે ....

૧ –નાં  બને .....કોઇથી ના બને ..મારો બાપ આવે તો પણ ના બને .

૨ –તે હમણા જ આ ગ્લાસમાંથી ૧ ઘુટ પાણી પીધું અને બીજું વધેલું ફેંકી દીધું .યાદ છે ?

૧ – હા ભાઈ યાદ છે .

૨ – તો ભાઈ જે વસ્તુ આપણાથી બને એમ જ નથી ,એવી વસ્તુનો તો વિવેકપૂર્ણ ઉપયોગ જ કરાયને .

૧ – હા ભાઈ ... મારી ભૂલ થઇ . હું શરત પણ હારી ગયો .બોલ શું કરવાનું છે મારે ?

૨ –એક નાનકડી પ્રતિજ્ઞા લે દોસ્ત ..

૧ – હા બોલ .. હું તૈયાર છું .

( બન્ને જમણો હાથ લાંબો કરે છે )

૨ – હું પ્રતિજ્ઞા લઉં છું કે ... હું સદાય કુદરતનું સમ્માન કરીશ

૧ - હું પ્રતિજ્ઞા લઉં છું કે ... હું સદાય કુદરતનું સમ્માન કરીશ

૨ – કુદરતે આપેલી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ .

૧- કુદરતે આપેલી વસ્તુઓનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીશ

૨-હું હમેશા અક્ષય ઉર્જાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ .

૧-હું  હમેશા અક્ષય ઉર્જાનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કરીશ .

૨- સરસ ... સરસ ... બોલ હવે પાણી પીવું છે ને ?

૧ – હા ...... પણ અડધો ગ્લાસ જ ભરજે હો

                                        (બંને મિત્રો હસે છે )

 


No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...