સમી સાંજ ની શાયરી.
આજ રોકાય નહીં આ વરસાદ;
ઘર સુધી ચાલ પલળતા જઈએ.
-શોભિત દેસાઈ
લાગણીની એટલી
લાગી તરસ,
કે હશે આંસુ મગરનાં
તો પણ ચાલશે...
– કરસનદાસ લુહાર
ફક્ત મનમાં
લીલી કૂંપળ હોય છે...
બાકી ચારેકોર
બાવળ હોય છે....
– દિલીપ મોદી
સન્માન કેવું પામશો,
મૃત્યુ પછી ‘ગની’
જોવા તમાશો કદી,
ગુજરી જવું પડે...
– ગની દહીંવાલા
જાત ઝાકળની પણ કેવી
ખુમારી હોય છે
કે પુષ્પ જેવા પુષ્પ પર
મારી સવારી હોય છે....
– ચિનુ મોદી “ઇર્શાદ
ધાર કે વેચાય છે
સામી દુકાને સ્વર્ગ,
પણ કોણ ઓળંગે એ સડક
ધારણાના નામ પર...
– ચિનુ મોદી “ઇર્શાદ”
આમ જો કહેવા હું બેસું તો
યુગો વીતી જશે;
આમ જો તું સાંભળે તો
એક ક્ષણની વાત છે...
– ભગવતીકુમાર શર્મા
રણમાં ફર્યા કરવાનું
પરિણામ જોઇ લ્યો,
આખર પડી ગયા અમે
મૃગજળના પ્યારમાં..!
– અદમ ટંકારવી
કોઇ ઇચ્છાનું મને
વળગણ ન હો.
એજ ઇચ્છા છે,
હવે એ પણ ન હો....
– ચિનુ મોદી
એક ઇચ્છા છે પિરામિડ
બાંધશું વેરાનમાં
ટેસથી લેટી અમારી
લાશ અકબંધ રાખશું
- સંજય પંડયા
તરસથી વધુ જે પીએ
આ જનમમાં
બીજા જન્મમાં એ જ
ચાતક બને છે
-દિલીપ રાવલ
મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું?
સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો!
-શ્યામ સાધુ
જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે દુઆ કરજો,
ઘણાંય એવાંય છે જેની દુઆ સારી નથી હોતી
-બેફામ
કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે,
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી.
– બેફામ
No comments:
Post a Comment