Saturday, 30 July 2016

કાયમ હઝારી - મારા દેશમાં

દંભને દેખાવનો છે દૌર મારા દેશમાં ,
જલ વગરના વાદળા ઘનઘોર મારા દેશમાં .

રાજવીના મુખવટા માં ચોર મારા દેશમાં ,
કાગડાઓ થઇ ગયા છે મોર મારા દેશમાં .

એમની દક્ષિણા કાજે કઈ હદે એ જાય છે,
વ્યં ઢ ળો પરણાવતા છે ગોર મારા દેશમાં .

એક સાથે શાંતચિતે , દેશ આખો પ્રેમથી ,
દેશની ખોદી રહ્યો છે ઘોર મારા દેશમાં .

મંદિરોને મસ્જિદોનું લશ્કરો રક્ષણ કરે
રામ અલ્લાહ કેટલા કમજોર મારા દેશમાં.

કાયમ હઝારી,મોરબી.

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...