બીજો દીકરો -વિજય દાફડા
પાત્ર 1 – જુઓ જુઓ આ જાગૃતિબેન તો રડતા લાગે છે .ચાલો એમના હાલ –ચાલ પૂછીએ .
પાત્ર ૨ – હા ચાલો ચાલો જઈએ .જાગૃતીબેનનો છોકરો રોહિત આર્મીમાં સૈનિક હતો .પંદર દિવસ પહેલા જ એ શહીદ થયો છે .દીકરાને યાદ કરીને રડતા હશે .ચાલો એમને સાંત્વના આપીએ .
પાત્ર ૧ – હા ચાલો ચાલો જઈએ . ( જાય છે )
પાત્ર ૨ – રડો નહિ બહેન .... સારા માણસોની ભગવાનને જરૂર પડતી હોય એટલે વહેલા બોલાવી લે .
પાત્ર ૧ –ભગાવન સૌ સારા વાના કરશે .દીકરો દેશ માટે શહીદ થયો છે . શહીદ તો અમર થાય .એમનું નામ તો ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાશે .
પાત્ર ૨ –આપણી જેવા સામાન્ય માણસો મારશે ત્યારે લોકો ૧૦ દાડા રોશે ને પછી ભૂલી જાશે .પણ શહીદો તો અમર રહેશે ..એમના નામ લોકોને યાદ રહેશે .
જાગૃતિબેન – મારો દીકરો શહીદ થયો એટલે હું નથી રડતી ....બહેન
પાત્ર ૧ અને ૨ – તો ......
જાગૃતિબેન – હું તો રડું છું એટલે કે ભગવાને મને એક જ દીકરો શા માટે આપ્યો ? ભગવાને જો બીજો દીકરો મને આપ્યો હોત તો હું એને પણ આ દેશના રક્ષણ કરવા નાં મોકલત ?
પાત્ર ૧ અને ૨ – વાહ ...ધન્ય છે . જ્યાં સુધી તમારા જેવી માતાઓ આ દેશમાં છે ત્યાં સુધી આ દેશ હમેશા આઝાદ રહેશે .
સમાપ્ત
No comments:
Post a Comment