' ઝાંઝરીયાળો વેશ '
અલક ઝાંઝરી, મલક ઝાંઝરી ઝાંઝરીયાળો વેશ....
હરખુડા સપનામાં આવ્યો સાજન તારો દેશ....
મૂંગું મૂંગું ઝાંઝર બોલે
ભેદ કદી ન એકે ખોલે
આંખ મિચોલી કરે રાધિકા
શ્યામ છતાં હરખે ન ડોલે
એક એક રણકારે ઘૂઘરી ડગલાં ભરતી શેષ.....
ખણખણ ઝાઝરીયુની ખનકે
ભીતરના કંઈ સપના છલકે
રાગ દ્વેષને આઘા મેલી
પ્રીત જગે છે એના રણકે
આખા ઘરમાં ઘુઘરીયુંનો ધબકે છે સંદેશ....
ઝાંઝરિયુની મીઠી વાણી
કેમ કદી ના એ પરખાણી
ઘૂઘરીના તૂટવાની સાથે,
વ્યક્ત થઇ રે પ્રેમ કહાણી
ધરતી પર એ નાદ હજુયે ગુંજે છે અવશેષ....
--- હર્ષિદા દીપક
No comments:
Post a Comment