Sunday, 20 September 2020

ગઝલ-ફિરોઝ હસનાની

"થંભી ગઇ"
-------------------------------

પાંપણો ઢાળી, ને રાત થંભી ગઇ;
હોઠ પર આવી ને વાત થંભી ગઇ,

તમને *ભૂલાવવા* ખૂદને ગયો ભૂલી;
આંખોમાં *આવી* ને વાટ થંભી ગઇ,

બારણાં પર જ ઇચ્છા મારે ટકોરા;
કેમ કરીને એ મુલાકાત થંભી  ગઇ,

મૃત્યુના *દ્વાર* પરથી ફર્યો હું પાછો;
લોકો કહે કે હવે એ *ઘાત* થંભી ગઇ,

સફરમાં લઇ ચાલ્યો  યાદની  ઝોળી;
એક *હીચકી* આવી જાત થંભી ગઇ.

                 □ ફિરોજ હસનાની....

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...