ગ્રામીણ કન્યાનું જોબનની મુંજવણનું ગીત
ઓચિંતા અંગે આ ઉપડ્યાં સબાકાં ને
સોંસરવી ઊતરી આ ત્રોળ!
સખી, કોના પર થઇ ઓળઘોળ!
દાદાની મેડીએ ચણતા'તાં મોર
અમે ચડીયા'તા જોબન સોપાન
મોરલાને અડક્યાં ને ગેહૂક્યાં ઓરતાં
ઉપડ્યું કાંઈક અંદર તોફાન!
મીઠું આ દ:ખ સખી, કોને કહુ રે હું તો
થઈ ગઈ છું આખ્ખો રાતીચોળ!
કેના પર થઇ ઓળઘોળ!
કેવા તે દેશ મારા ચીતળાનો ચોર
મેં તો ગોળ્યાં છે કુમકુમ ગોરાણ!
જાગીયાં રે કેવા, જીવતરના ઓરતા
ને ખોવાણા ક્યાં સાનભાન?
ઓખું આ દ:ખ સખી કોને કહું રે
મુવો ક્યાં રે લક્કાણો નઘરોળ?
કોના પર થઈ ઓળઘોળ!
હેમા ઠક્કર "મસ્ત"
No comments:
Post a Comment