Saturday, 30 July 2016

એષા દાદાવાળા - અછાંદસ

પ્રોમિસ..!!

તું
મને તારામાં વાવી દે
કૂંડામાં છોડ વાવતો હોય એવી રીતે
પછી હું તારામાં ઉગીશ
તારામાં વિસ્તરીશ
અને તારામાં મ્હોરીશ
પછી મારું સરનામું હશે
‘હું’
c/o ‘તું’
તારામાં હું શોર નહીં મચાઉં
તારાથી મારું કદ નહીં વધારું
ઉછીની ભીનાશ માંગવાને બદલે
મારી આંખોથી સીંચી લઇશ ફૂલોને-ફળોને પાનને..

તું એકવાર વાવી દે મને તારી અંદર
ઉગવા દે..મ્હોરવા દે..ખીલવા દે…
ભવિષ્યમાં તને લાગે કે તેં ભૂલ કરી છે
તો ત્યારે ખાલી એટલું જ કરજે,
મારાં પાનને, ફૂલને, ફળને રોજ
થોડાં થોડાં તોડવાને બદલે
કુહાડીનાં એક જ ઘાએ
ખતમ કરી નાંખજે મને
ઉફ્ફ નહીં કરીશ, પ્રોમિસ…!!

-એષા દાદાવાળા

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...