Saturday, 19 September 2020

મરીઝ -બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ

 

બસ એક વાર મોજ લૂંટી મન રહ્યું નહિ
જીવનમાં પ્રેમ દર્દ ફરીથી સહ્યું નહિ

સૌને કહું છું, ધ્યાન તમારુંજ છે મને,
કરજો ક્ષમા કે ધ્યાન તમારું રહ્યું નહિ.

મારે તો રાખવી હતી તારા વચનની લાજ,
તેથી તો ઈન્તેઝારમાં જીવન વહ્યું નહિ

અંતિમ સમયમાં એમ એ જોતા રહ્યા મને,
કે એનું સૌ , ને મારું કશુંયે ગયું નહિ

સ્નેહી જનોના પ્રેમમાં શંકા નથી મગર,
લાગે છે કેમ કે કોઈ અમારું થયું નહિ

મારો નજૂમી પણ મને સમજી ગયો ‘મરીઝ’,
ભાવિમાં સુખ છે,તેથી વધુ કંઇ કહ્યું નહિ

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...