Sunday, 13 September 2020

ગૌરાંગ ઠાકર

મેં નથી સુકાની બદલ્યો, ન સુકાન ફેરવ્યું છે 
દરિયાનું એ રીતે મેં, અભિમાન ફેરવ્યું છે. 

તું મને ઉદાહરણમાં, હવે ટાંકવો જવા દે; 
મેં જીવન જીવી જવાનું, અભિયાન ફેરવ્યું છે. 

આ સવાલ પ્રેમનો છે, તરત જ અમલ તું કરજે, 
તું ગુમાન ફેરવી લે, મેં સ્વમાન ફેરવ્યું છે. 

મને એટલી ખબર છે, અભિનય સમય કરે છે, 
હવે દુ:ખનાં પાત્રમાં છે, પરિધાન ફેરવ્યું છે. 

બહુ કરગર્યો છું એને, છતાં એક વાતે ખુશ છું, 
હવે એ જ પારધીએ, જો નિશાન ફેરવ્યું છે. 

તમે વાત આ જવા દો, હું ઈનામ છું જ મારું, 
મેં બીજા ઈનામ પરથી, હવે ધ્યાન ફેરવ્યું છે. 

*ગૌરાંગ ઠાકર*

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...