Saturday, 14 January 2017

તુષાર શુક્લ - આ છોકરી પતંગ


આ છોકરી પતંગ જેવી કેમ છે ?
કોઈ  દૂરથી જુએ કે હસે  ત્યાં લગ તો ઠીક
જરા નજદીક ભાળી  રમે ગેમ  છે
આ છોકરી પતંગ જેવી કેમ છે ?

વાતોનો દોર એવો  સાંધે  કે _
અણજાણ્યા કોઈનેય લપટાવી નાંખતી ,
આંખોની ભાષામાં અથડાતી -
સમજણ ની ગૂંચ સાવ બરકરાર રાખતી ,
કેવી ભોળીભટાક એની નેમ છે
આ છોકરી પતંગ જેવી કેમ છે?

એના ઈશારે નાચો તો ઓળઘોળ હૈયું -
ને નયનોથી નીતરતી રહેમ છે ,
પણ ચાહતની વાત જરા છેડો તો કહેશે _
કે છોકરાની જાત ઉપર વહેમ છે
રાખે ભીતર અકબંધ હેમખેમ છે
આ છોકરી પતંગ જેવી કેમ છે ?

ઠુમકા મારીને કેવું  ચાલે  રેલાવી-
એના હાસ્ય મહીં  મેઘધનુ  રંગ  એ ,
હાથ ગમતીલો ઝાલે તો ઉડતી પતંગ
જાણે ફીરકી ને માંજા નો સંગ  રે ,
કદી સામેથી કહેશે નહીં   પ્રેમ છે
આ છોકરી પતંગ જેવી કેમ છે ?

--તુષાર શુક્લા.

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...