Saturday, 30 July 2016

બકુલ ત્રિપાઠી - અછાંદસ કાવ્ય

એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.

તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે.

હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?

સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !

       – બકુલ ત્રિપાઠી

No comments:

Post a Comment

ત્યારે તને યાદ કરી છે @રમેશ મારું

ત્યારે મેં તને બહુ યાદ કરી છે..... ક્યારેક આથમતી એવી સાંજ  ઢળી છે ને, ત્યારે મેં તને બહુ યાદ કરી છે,  રતુમડી ઘેરી એવી સાંજ  ઢળી છે ને,  ત્યા...